ગુજરાતનું એવું ગામ જે સ્માર્ટ સીટી કરતા વધુ સુખ સુવિધાઓ થી સજ્જ છે..
આજના સમયમાં ગુજરાતનાં શહેરો કરતાંય વધુ સુખ સુવિધાઓ ગામડામાં આવી ગઈ છે અને હવે ગામડાનું સ્વરૂપ બદલાઈ રહ્યું છે. ગામડાઓ હવે પહેલા જેવા નથી રહ્યા કારણ કે ગામડામાં અનેક સુખ સુવિધાઓથી અને સવલતો હવે પૂર્ણ થવા આવી છે. આજે અમે આપને મુલાકાત કરાવીશું.મહિસાગર જીલ્લામાં આવેલા વિરપુર તાલુકાનું હાંડીયા ગામ તાલુકાનું પ્લાસ્ટિક મુક્ત પહેલું ગામ.
ગુજરાતના મહીંસાગર જિલ્લાના વીરપુર તાલુકાનું હાંડીયા ગામ અત્યારે આધુનિક સુવિધાઓથી સજ્જ સાથે સાથે સ્વચ્છતા અને પર્યાવરણને મહત્વ જોવા મળે છે હાંડીયા ગામમાં સી સી ટીવી કેમેરા,ફ્રી ઇન્ટરનેટ વાયફાય, કોમ્યુનિટી હોલ,ઓપન એર થિયેટર, ભક્તિ કેન્દ્ર,રમત ગમત અત્યંત આધુનિક સાધનો, ગામમાં નેચરલ વાતાવરણ જળવાઇ રહે તે હેતુ બગીચો,જળ સંચય માટે નવિન તળાવનું નિમાર્ણ કરવામાં આવ્યું છે સહિતની તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે.
હાંડીયા ગામમાં બારોટ, પ્રજાપતિ, સુથાર, વાળંદ, પંચાલ વગેરે જ્ઞાતિના લોકો હળીમળીથી રહે છે. હાંડિયા ગામની અંદાજે 2 હજારની વસ્તીમાં 200 ઘર છે. આ ગામમાં 150થી વધુ શિક્ષકો, ડોક્ટરો, એન્જિનિયરો, ઇન્ડીયન આર્મી, પ્રોફેસર તેમજ ક્લાસ 1-2 અધિકારીઓ છે, જે ગામ અને જિલ્લામાં જિલ્લામાં તેમજ ગુજરાતમાં વિવિધ ક્ષેત્રમાં ફરજ બજાવેછે. ટૂંકમાં આ ગામમાં ભાગ્યે જ એવું ઘર હશે જે જે નોકરીથી વંચિત હોય.
હાંડીયા ગામમાં સામાન્ય ઝઘડાને વડીલો ઉકેલે છે. અત્યાર સુધી આ ગામમાં FIR નોંધાઇ નથી. આ ગામ 100 ટકા સાક્ષર છે, કુપોષણ મુક્ત છે. ગામમાં બધા ઘરો ગટર સાથે જોડાયેલા છે અને 100 ટકા શૌચાલયો છે. શૌચાલયનું બાંધકામ મજબુત અને આકર્ષક છે. ગામના દરેક ઘરોમાં અપોતાનું ગેસ કનેક્શન છે, એટલે કે ગામ સંપૂર્ણપણે ધુમાડા રહિત છે. ગટરલાઇનની વ્યવસ્થા છે અને ગામમાં ગંદકી ક્યાંય જોવા મળતી નથી. ખરેખર જો દરેક ગામમાં આવી સુવિધાઓ મળે તો ગામડું સોળે કલા ખીલી ઉઠે. આમ પણ ગાંધીજીએ કહ્યું છે કે, ભારતનું ભવિષ્ય ગામડાઓમાં ધબકે છે.