અમેરીકામાં રહેતો ૩.૫ વર્ષનો આર્યન ભારતની સંસ્કૃતિ નથી ભૂલ્યો ૪૮ શ્લોકનું ‘ભક્તામર સ્તોત્ર’..
આજના સમયમાં મોટાઓ કરતા નાના બાળકો પણ વધારે બુદ્ધિવાન હોય છે. ખરેખર આજે અમે આપને એક એવા જ બાળક વિશે વાત કરીશું જેઓનાં જ્ઞાન વિશે જાણીને તમને પણ આશ્ચય થશે.ખરેખર આ બાળક નું જ્ઞાન તમને વિચાર મૂકી દેશે, ત્યારે આ કોઈ સામાન્ય વાત નથી કારણ કે, આટલી નાની વયે કોઈ વ્યક્તિ આ બધું યાદ કરી શકે અને તેમજ તેમની ઉંમર પ્રમાણ આ જ્ઞાન યાદ રાખવાની શ્રમતા ખરેખર વધારે છે. ચાલો ત્યારે અમે આપને તમામ વિગતો જણાવીએ.
આપણે સૌ કોઈ જાણીએ છે કે, આજના સમયમાં આપણા ગુજરાતીઓ વિદેશમાં જઇ રહ્યા છે અને આજના સમયમાં આપણે જોવા મળતું હોય છે કે, વિદેશમાં ગયેલા ભારતીયોના બાળકો ત્યાંની સંસ્કૃતિમાં ઓતપ્રોત થઈ જાય છે. તેમજ પાશ્ચાત્ય સંસ્કૃતિના રવાડે ચઢી જાય છે, હાલમાં આપણે એક એવા પરિવારની વાત કરવા ની છે જેમનો બાળક દરેક લોકી માટે પ્રેરણાદાયક છે.વાત જાણે એમ છે કે, અમેરીકામા રહેતા જૈન પરિવારના સાડા ત્રણ વર્ષના બાળકને ધર્મની લગની લાગી છે. આટલી નાની ઉમરમાં તેને ૪૮ શ્લોકનું ભક્તામર સ્તોત્ર કંઠસ્થ છે અને કડકડાટ બોલે છે.
ખરેખર આ વાત ખૂબ જ મહત્વની છે. વડોદરાની સોફ્ટવેર એન્જિનિયર યુવતી એકતા શાહના ૬ વર્ષ પહેલા અમેરિકા સ્થિત શિકાગોમાં રહેતા સોફ્ટવેર એન્જિનિયર નિરવ શાહ સાથે લગ્ન થયા હતા. તેને સંતાનમાં ૩.૫ વર્ષનો આર્યન અને દોઢ વર્ષની પુત્રી અંતરા છે. એકતા પણ નાનપણથી જૈન ધર્મમાં રૃચી ધરાવતી હોવાથી તેણે બાળકોનો ઉછેર પણ એ રીતે કર્યો છે વળી અમેરિકામાં પાશ્ચાત્ય સંસ્કૃતિ વચ્ચે પણ નિરવ શાહનો પરિવાર ભારતીય સંસ્કૃતિની જાળવણી કરી રહ્યો છે અને પરિવારમાં ૧૦ સભ્યો સંયૂક્ત કુટુંબમાં રહે છે.
આર્યન દોઢ વર્ષનો હતો ત્યારે શિકાગોમાં પર્યૂષણ પર્વની ઉજવણી દરમિયાન સ્ટેજ ઉપરથી તેણે નવકાર મંત્રનુ પઠન કરીને લોકોને આશ્ચર્યમાં મુકી દીધા હતા.આર્યનને ૨૪ તિર્થંકરોના નામ અને અનેક સ્તુતીએ પણ કંઠસ્થ છે. ખરેખર આ બાળક જુ આવડી ઉંમરે ધર્મ અને ભજન ભકયી પ્રત્યે જે આસ્થા છે, ત્યારે આ એક ખૂબ જ સારી વાત કેહવાય અને આવા સંસ્કાર દરેક બાળકોમાં મળવા જોઈએ. આજના સમયમાં આવા બાળકો ભાગ્યે જ જોવા મળે છે.