ખેડુત ના દીકરા એ MBA કરી “ચા” વેંચવાનુ ચાલુ કર્યુ તો લોકોએ મજાક ઉડાવી પણ આજે “ચા” વેંચીને કરોડો નો બિઝનેસ કર્યો
ગુજરાતી એટલે ધંધાદારી. આમ પણ ગુજરાતીઓ જે પણ કંઈ કરે છે, તેમાં તે સફળતા જરૂર મેળવે છે. આજે આપણે એક એવા જ યુવાનની વાત કરવાનાં છીએ જેણે પરીક્ષામાં નિષ્ફળતા મેળવી અને જ્યારે ધંધો શરૂ કર્યો તો તેમાં પણ તેને સફળતા ના મળી. આ યુવાન છતાં પણ હાર નાં માન્યો. આજે આ યુવાન કરોડો રૂપિયાની કંપની માલીકી ધરાવે છે. એક સમય તેને માત્ર રૂ. 8000માં ચાની લારી ચાલુ કરી હતી અને એજ ચા આજે ભારતભરમાં એમ.બી.એ ચાઈ વાલા નામથી ઓળખાય છે.
ચાલો આપણે અમદાવાદનાં પ્રફુલની સફળતાની કહાની વિશે જાણીએ કે, તેને કંઈ રીતે પોતાના જીવનમાં સફળતા મેળવી.તેમના પિતા એક ખેડૂત હોવા છતાં પણ તેને આજે એવી સફળતા મેળવી કે સૌ કોઈ તેના પર ગર્વ કરે છે. એક વાત તો સત્ય છે કે, ચા તો ઘણા લોકો વેચે છે પરંતુ જો વ્યક્તિ પોતાની કોઠાસૂઝનો ઉપયોગ કરે તો તે તેમાં પણ સફળતા મેળવી ચુકે છે. આજે પફુલ અનેક યુવાનો માટે પ્રેરણારૂપ સમાન બન્યો છે. જીવનમાં તેને એવી રીતે સફળતા મેળવી કે તેના જીવન પરથી લોકો ને પણ કંઈક શીખવા મળે. આજે તે પોતાના ઇન્સ્ટાગ્રામમાં ખૂબ જ એક્ટિવ રહે છે અને યુવાનોને પ્રેરણા આપે છે
પ્રફુલની સફળતા વિશે જાણીએ તો અમદાવાદના પ્રફુલ્લ બિલૌર એ કોલેજમાં ફેલ થયા બાદ તેને અભ્યાસ છોડી દીધો અને ચા વેચવા લાગ્યા છે. ચા પણ એવી વેચી કે હાલ આખો દેશ તેમની ચાની ચર્ચા કરી રહ્યો છે. તેમને ‘ચા વાળા’ના નામથી ઓળખવામાં આવે છે. ફક્ત 4 વર્ષમાં તેમણે પોતાની 3 કરોડની કંપની બનાવી લીધી છે. તેમની કહાણી ખૂબ જ ઈન્સ્પાયરિંગ છે. શરૂઆતમાં તે MBA કરવા માંગતો હતો અને તેના માટે તેમણે કેટની પરીક્ષા પણ આપી. પરંતુ ફેલ થઈ ગયો.
અઠવાડિયાઓ સુધી તેને પોતાને એક રૂમમાં બંધ કરી લીધું. તે ઘણા દિવસો સુધી પરેશાન રહ્યા. આખરે તેમને અમદાવાદમાં પિત્ઝાની દુકાનમાં 37 રૂપિયા પ્રતિ કલાકની નોકરી મળી ગઈ. કામ હતું ડિલિવરી બોયનું. તેમાં તેમનું પ્રમોશન પણ થયું પરંતુ તેમને કંઈક અલગ કરવું હતું અને તેને પોતાન બિઝનેસ શરૂ કરવાનું વિચાર્યું. પરંતુ તેમની પાસે પૈસા ન હતા. ઓછી રકમમાં બિઝનેસ ઉભો કરવાની ઈચ્છામાં પછી તેમને ચાની દુકાનનો આઈડીયા આવ્યો.
તેમના પેરેન્ટ્સ પાસેથી 8000 રૂપિયા લીધા અને અમદાવાદના એસજી હાઈવે પર ચાનો ગલ્લો શરૂ કર્યો અને ચાનો ગલ્લો નાં. ચાલ્યો એટલે તે લોકો પાસે ચા લઈને જતો અને ઈંગ્લીશમાં વાતચીત કરતો અને ત્યારબાદ લોકોમાં તેની લોકપ્રિયતા વધી ગઈ.લોકોના એન્ટરટેઈમેન્ટ માટે પ્રફુલ્લ પોતાના ચાના ગલ્લા પર જ ઓપન માઈક લગાવી દેતા હતા. વેલેન્ટાઈન ડે પર તેમણે સિંગલ લોકોને ફ્રીમાં ચા આપી હતી અને આ ઓફર ખૂબ જ વાયરલ થઈ અને તેની ચા પણ ફેમસ થઈ.
ત્યારબાદ પ્રફુલ પોતાની આવડત થકી ચાના વ્યવસાયમાં વધુ કંઈક ખાસ કરવા માટે વિચાર્યું અને આજના યુવાનોને ગમે તે માટે થઈને ચા કેફે ચાલુ કર્યું જેનું નામ રાખ્યું ‘ ‘મિસ્ટર બિલૌરે અમદાવાદ ચાવાળા’ રાખ્યું હતું. જેને શોર્ટમાં MBA ચાય વાલા તરીકે વધુ ઓળખવામાં આવે છે.
પ્રફુલ્લનો આઈડીયા ખૂબ ફેમસ થઈ ચુક્યો છે. લોકો તેમની ફ્રેન્ચાઈઝી લેવા માટે તૈયાર રહે છે. આખા દેશમાં તેમની કુલ 11 ફ્રેન્ચાઈઝી છે અમે આજે તેની લોકપ્રિયતા વધારો થયો છે તે તે મોટિવેશનલ સ્પીકર છે અને હાલમાં તે ખૂબ જ વૈભવશાળી જીવન જીવે છે.