એક ઘટના એ સંજય રાવલ નુ જીવન બદલી નાખ્યુ! જાણો લાખો લોકો ને પ્રેરણા આપતા ગુજરાત ના…
ગુજરાતમાં અનેક લોકો છે, જેઓ પોતાના જીવને તો સફળ બનાવ્યું છે પણ હવે બીજા લોકોના જીવનને સફળ બનાવી રહ્યા છે,ખરેખર આ કોઈ સામાન્ય વાત નથી. આજે આપણે જાણીશું ગુજરાતનાં પ્રખ્યાત વ્યક્તિ સંજય રાવલના જીવન વિશે જેઓ સાદગીપૂર્ણ જીવન જીવે છે,તેમની પાસે સંપત્તિ અખૂટ ભંડાર છે પણ તેઓ દેશ માટે કંઈક કરવા ઈચ્છે છે. ચાલો એક નજર તેમના જીવન પર કરીએ કે, કંઈ રીતે તેઓ આટલા સફળ બિઝનેસ મેંન બન્યા.
સંજય મેનાબેન રાવલનો જન્મ 5 સપ્ટેમ્બર 1966ના દિવસે પાલનપુરમાં થયો હતો. સંજય રાવલના પપ્પાની પાલનપુરમાં નાનકડી દુકાન હતી. સંજયે B.Sc. (Science) અને LLB કર્યું છે. ભણવાનું પૂર્ણ કર્યા બાદ તેમણે પોતાનો બિઝનેસ શરૂ કર્યો. જેમાં તેમને ઘણા સારા-નરસા અનુભવો થયા. આજે તેમની પાસે 121 બંગલા , 120 ફ્લેટ અને 200 દુકાનોની યોજના છે અને શાહીબાગ રોયલ રેસિડેન્સ લેગસી લોજિંગની વિકાસ યોજનાઓ પણ છે જેનું કામ હાજુ ચાલુ છે.
તેમણે નવા વિદ્વાનો અને લેખકો માટે તક્ષશિલા પબ્લિશિંગ હાઉસ શરૂ કર્યું છે કે તેઓ સમયસર સંપૂર્ણ રોકડ મેળવી શકે. ખરેખર તેમને જીવનામ અથાગ પરિશ્રમ થકી ખૂબ જ સફળતા મેળવી અને આજે અનેક લોકો માટે પ્રેરણા સ્ત્રોત છે. આજે તેઓ અંગત જીવનના કડવા અનુભવોને સંજય રાવલે લોકોને પ્રેરણા આપવામાં ઉપયોગ કર્યા. સંજય રાવલે તેમની જેમ જ મુશ્કેલીઓનો સામનો કરી રહેલા લોકોને મોટિવેટ કરવાનું શરૂ કર્યું.
આજે તો સંજય રાવલ જાણીતા મોટિવેશનલ સ્પીકર છે. દેશભરમાંથી તેમને ખાસ સેમિનાર માટે આમંત્રણ મળે છે.સંજય રાવલ લાઈફના સિમ્પલ ફન્ડાને સરળ ભાષામાં લોકો સુધી પહોંચાડે છે. ખરેખર આજે યુવાનો માટે ખૂબ જ પ્રેરણારૂપ સમાન બનીને તેમને જીવન જીવવાની કળા શીખવી રહ્યા છે.ખરેખર તેઓ ગુજરાતનાં યુવાનો અને બાળકો માટે કૌશલ્યયુક્ત કલાસ ખોલવાનું વિચાર્યું છે, જ્યાં લોકો પોતાની અંદર રહેલા કળા થકી આગળ આવી શકે.
સંજય સોશિયલ મીડિયાના માધ્યમથી સતત લોકો સાથે જોડાયેલા રહે છે. તેઓ મોટિવેશનલ ક્વૉટ્સ પણ પોસ્ટ કરે.સંજય રાવલે લખેલી બુક્સ ‘હવે મને પહેલા કરતા સારું લાગે છે’, ‘મને ગમે છે તમને પણ ગમશે’ બેસ્ટ સેલર્સ છે.લેખક હોવાની સાથે સંજય રાવલ સફળ બિઝનેસમેન અને ફિલ્મ પ્રોડ્યુસર પણ છે અને સંજય રાવલે ફિલ્મ વિટામિન શી પ્રોડ્યુસ કરી છે. જેમાં RJ ધ્વનિત લીડ રોલમાં હતા. આ સિવાય તેઓ સોશિયલ મીડિયના માધ્યમ લોકો માટે પ્રેરણાદાયી બન્યા છે. તેમના જીવનમાં તેઓ ઘણી વખત નિષ્ફળતા નો સામનો કર્યો અને ભણવા થી લઇનર ધંધામાં નુકસાની ભોગવી પણ અંતે સફળ બન્યાં.