હરીશ પટેલએબોલીવુડ ના ફાલતુ રોલ થી શરુવાત કરેલી આજે બોલીવુડ ની આ ફીલ્મો મા ધમાલ મચાવી દીધી
જીવન ક્યારે વળાંક લઈ તે કોઈ ચોક્કસ ન કહી શકે. ખરેખર આ વાત સત્ય પણ છે. આમ પણ કહેવાય છે ને કે ધીરજના ફળ બહુ મીઠા હોય છે. ત્યારે આજે આપણે એક એવા વ્યક્તિ ની વાત કરીશુ. આજે આપણે વાત કરીશું ગુજરાતી અભિનેતા હરીશ પટેલએ ની જેણે બોલીવુડ ના ફાલતુ રોલ થી શરુવાત કરેલી પણ આજે હોલીવુડ ની આ ફીલ્મો મા ધમાલ મચાવી દીધી છે.ખરેખર આ વાત તો સાચીછે કે જીવન તેના સમયનું ચક્ર જરૂર ફેરવે છે.
હાલમાં જ હોલિવૂડના ‘માર્વેલ સ્ટુડિયોઝ’ દ્વારા પ્રોડ્યુસ થયેલી સુપરહીરો ફિલ્મ ‘ઇટર્નલ્સ’નું ટ્રેલર રિલીઝ થયું. ‘ઇટર્નલ્સ’ના ટ્રેલરમાં એન્જેલિના જોલી, સલમા હાયેક, કિટ હેરિંગ્ટન રીચર્ડ મેડન, કુમૈલ નન્જીયાની જેવા સુપરસ્ટાર્સ ચમકતા હતા. તેમ છતાં આ ટ્રેલરમાં માત્ર બે-ચાર સેકન્ડ માટે દેખાતા એક કલાકારને જોઇને ભારતના સોશિયલ મીડિયામાંચર્ચા થઈ રહી હતી. તેનું કારણ હતું કે તે ટ્રેલરમાં આ સુપરહીરોઝની સાથે આપણા હિન્દી ફિલ્મોના ચરિત્ર અભિનેતા હરીશ પટેલ પણ હતા!
હરીશ પટેલ બોલીવુડમાં માત્ર નાની ભૂમિકાઓ માટે જ જાણીતા છે. ‘મૈંને પ્યાર કિયા’, ‘મિસ્ટર ઇન્ડિયા’, ‘બોલ રાધા બોલ’, ‘આંખે’, ‘અંદાઝ અપના અપના’, ‘ઇઝ્ઝત’, ‘ઘાતક’ જેવી હિટ ફિલ્મોમાં જેને ‘બ્લિન્ક એન્ડ મિસ’ કહીએ તેવી નાનકડી ભૂમિકાઓ ભજવવા માટે જ યાદ કરવામાં આવે છે.‘મંડી’, ‘ભારત એક ખોજ’, ગોવિંદ નિહલાણીની ‘તમસ’, શંકર નાગની ‘માલગુડી ડેય્ઝ’, ‘વાગલે કી દુનિયા’, કેતન મહેતાની ‘મિર્ચ મસાલા’ જેવીફિલ્મોમાં કાન કરેલ.
1998માં આવેલી મિથુન ચક્રવર્તી સ્ટારર ‘બી ગ્રેડ’ ક્રાઇમ ફિલ્મ ‘ગુંડા’માં ‘ઇબુ હટેલા’ નામના મવાલી ડોનની ભૂમિકા ભજવવા માટે હરીશ પટેલ અત્યારની જનરેશનમાં જાણીતા છે.અત્યારની જનરેશનની ભાષામાં કહીએ તો હરીશ પટેલનું પાત્ર ઇબુ હટેલા ‘મીમ મટીરિયલ’ બની ચૂક્યું છે.બોલિવૂડમાંથી હરીશ પટેલ 2004થી ગાયબ હતા. અહીં સૌએ તેમને બેકાર અને ગુમનામીમાં સરી પડેલા એક્ટર માનીને ભુલાવી દીધેલા. એટલે જ અચાનક તેમને હોલિવૂડની સુપરડુપર હિટ સિરીઝમાં મહત્ત્વના રોલમાં
દેખાયા.
દિવસ પહેલાં માર્વેલના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ પરથી ‘ઇટર્નલ્સ’ ફિલ્મમાં હરીશ પટેલના પાત્ર ‘કરુણ’નું સ્પેશિયલ પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું,ઇવન અમેરિકા ભણતા તેમના પૌત્રએ પણ આશ્ચર્ય વ્યક્ત કરીને કહ્યું કે, ‘દાદુ, તમે MCUની મૂવીમાં આવી ગયા, ગ્રેટ!’મૂળ મુંબઈના અને મારવાડી હિન્દી સ્કૂલમાં ભણેલા 67 વર્ષના હરીશ પટેલ છેક 1974થી થિયેટરમાં સક્રિય છે. ઇન ફેક્ટ, તેમણે 1967માં આવેલી ‘બૂંદ જો બન ગઈ મોતી’ નામની ફિલ્મમાં બાળ કલાકાર તરીકે પણ ભૂમિકા ભજવેલી.
કોલેજ કર્યા પછી 1974થી 1982 સુધી હરીશ પટેલ ગાર્મેન્ટ એક્સપોર્ટના બિઝનેસમાં એક્સપોર્ટ મેનેજર તરીકે સક્રિય હતા, પરંતુ તેમની અંદર કલાકારનો જીવ સળવળતો હતો, એટલે તેમણે સાંજના સમયે નાટકો કરવાનું ચાલુ રાખ્યું.સિનેમામાં તેમની એન્ટ્રી બહુ ઉમદા ડિરેક્ટરે કરાવી. દિગ્ગજ ફિલ્મમેકર શ્યામ બેનેગલની ફિલ્મ ‘મંડી’માં તેમને પોલીસવાળાની ભૂમિકા મળી અને ત્યાંથી તેમની ફિલ્મી કારકિર્દી શરૂ થઈ.હરીશ પટેલ NBC, ટ્વેન્ટિએથ સેન્ચુરી ફોક્સ, CBS, ABC, યુનિવર્સલ સ્ટુડિયોઝ, HBO, MGM સ્ટુડિયોઝ જેવાં ગંજાવર પ્રોડક્શન હાઉસ સાથે કામ કરી ચૂક્યા છે. આ વાત પરથી એટલું તો ચોક્કસ કહી શકાય કે જીવનમાં ક્યારેય નિરાશ ન થવું તમારી અંદર રહેલ કળાની ચોક્કસ કિંમત થાય છે.