એક સમયે મંજીરા વગાડતા અને હીરા ઘસતા જીતુભાઈ આવી દીઔએ બન્યા હાસ્ય કલાકાર ! તેનુ મુળ ગામ દ્વારકા નથી પણ…
ગુજરાતની ધરામાં અનેક કલાકારો છે, જેઓ ગુજરાતી દર્શકોના હ્દયમાં પોતાનું આગવું સ્થાન ધરાવે છે. આજે આપણે એક એવા જ કલાકારના જીવન વિશે જાણીશું. આ વ્યક્તિ એટલે જીતુભાઇ દ્વારકા વાળા! જેમની બોલવાની છટાને લિધે તેઓ ખૂબ જ લોકપ્રિય છે. આજે તેઓ હાસ્યકલાકાર તરીકે જગત ભરમાં લોકપ્રિય છે. ખરેખર જીતુભાઈ નું જીવન ખૂબ જ સંઘર્ષમય રહ્યું છે અને તેઓ કંઈ રીતે આટલા લોકપ્રિય હાસ્યકલાકાર બન્યા તે સફર જાણવી ખૂબ જ જરુરી છે.
આજે અમે આપને એ વાત ખાસ જણાવશું કે, જેમને આપણે જીતુભાઇ દ્વારકવાળા તરીકે ઓળખીએ છીએ તેઓ ખરેખર દ્વારકાના છે જ નહીં અને દ્વારકા તેમની જન્મભૂમિ નહીં પણ કર્મભૂમિ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે, જીતુભાઈનો જન્મ જૂનાગઢ જિલ્લાનાં માણવદર તાલુકામાં આવેલ નરેડી ગામમાં થયો હતો. જ્યારે તેઓ નાના હતા ત્યારે તેમની માતા તેમને દ્વારકા તેમના મોસાળ ને ત્યાં લઈ ગયા અને બસ ત્યાર પછી જીતુભાઇ નું બાળપણ દ્વારકામાં જ વીત્યું અને આજે દ્વારકા જ તેમનો ભુમી બની ગઈ.
જીતુ ભાઈ શરૂઆત થી જ હાસ્ય કલાકાર ન હતા પરંતુ કલાકાર બનવા પાછળ એક રોચક સફર છે, જે જાણવી ખૂબ જ જરૂરી છે. આ સફર પરથી તમને એક ઉત્તમ સંદેશ મળશે.
જીતુભાઇ દ્વારકામાં જ અભ્યાસ કર્યો અને જ્યારે તેઓ 5 વર્ષના હતા ત્યાર થી જ જીતુ ભાઈ ટુરિસ્ટ ગાઈડ તરીકે કામ કરતા હતા અને પ્રવાસીઓને પોતાની આગવી બોલી શૈલીના લીધે તેઓ તમામ તીર્થ સ્થાનો ની માહિતી આપતા અને બાળપણ થી લઈને જુવાની સુધી તેમને આ કામ પણ કર્યું અને આ દરમિયાન તેમને સુરતના એક પ્રવાસી સાથે મુલાકાત થઈ.
આ મુલાકાત બાદ જીતુ ભાઈનું જીવન બદલાયું! એ પ્રવાસી જીતુ ભાઈ ને કહ્યું કે, આ અમારું કાર્ડ છે, જ્યારે તારું ભણવાનું પુરૂ થઈ જાય પછી તું ત્યાં હીરા ઘસવા આવજે અને તારું રહેવાનું અમારે ત્યાં! બસ પછી તો 12 વર્ષ સુધી તેમણે ત્યાં એ વ્યક્તિ નાં ઘરે જ રહ્યા! જીતુ ભાઈનું મન ઍટલું હીરામાં નોહતું લાગતું અને જ્યારે પણ રાત્રે તેઓ ભજન સાંભળતા તો ત્યાં સાંભળવા પોહચી જતા અને બસ પછી તો આવો રોજિંદા ક્રમ થઈ ગયો. ક્યારેક તેઓ ડાયરામાં મજીરા વગાડતા અને બસ અહીંયા થી તેમની કલાકાર બનવાની શરૂઆત થઈ.
જ્યારે કોઈ કલાકાર ચા પાણી માટે વિશ્રામ પર હોય ત્યારે તેઓ સ્ટેજ પર આવીને કલાકારો દ્વારા બોલાયેલ પ્રસંગોને રજૂ કરતાં અને લોકોને આ સાંભળવાનું ગમતું! બસ પછી આવી રીતે તેઓ હાસ્ય કલાકાર બન્યા અને સમય સમય જતાં તેઓનું નામ પણ પત્રિકાઓમાં છપવવા લાગ્યું અને ગુજરાતીઓના હૈયાંમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું. ખરેખર તેમના જીવનમાં શરૂઆતમાં ક્યારેય પણ એવા એંધાણ ન હતા તેઓ હાસ્ય કલાકાર બનશે પણ આજે આપણે સૌ કોઈ જાણીએ છે કે તેઓ વિદેશોમાં પણ પોતાનાં પ્રોગામ કરી ચુક્યા છે અને ગુજરાતી ફિલ્મોમાં પણ તેઓ રમૂજી અદાઓ રજૂ કરી છે, ખરેખર જીતુ ભાઈ ની સફળતા તેમની કલા ની દેન છે!