હવે લો ગોકુલધામ સોસાયટી માં ભોજન નો આનંદ! બની અનોખી રેસ્ટોરન્ટ કે જ્યાં તમામ કલાકારો…
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આપણા જીવનમાં મનોરંજન નું ઘણું મહત્વ છે. તેવામાં દેશમાં ટેલીવિઝન લોકોને મનોરંજન આપવાનું સૌથી મોટું સાધન છે. લોકો ટેલીવિઝન પર અનેક શો જોવા ગમે છે. આવા શો પૈકી અમુક લોકોમાં ઘણી મોટી લોક પ્રિયતા ધરાવે છે. કે જેને જોયા વિના લોકોનો દિવસ પૂરો થતો નથી.
આપણે અહીં એક આવાજ કાર્યક્રમ વિશે વાત કરવાની છે કે જે ઘણા વર્ષોથી લોકોને મનોરંજન આપી રહ્યો છે આપણે અહીં ટેલીવિઝન જગત નો સૌથી લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા વિશે વાત કરવાની છે. મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આ શો અને તેમના કલાકારો લોકો વચ્ચે ઘણા લોકપ્રિય છે. વર્ષોથી ચાલ્યા આવતા હોવા છતા આ શોનિ લોક પ્રિયતા આજે પણ એક બંધ છે.
જણાવી દઈએ કે શો ની લોકપ્રિયતા ને લઈને હાલમાં જ એક માહિતી આવી હતી કે જ્યાં એમેઝોન દ્વારા રિલીઝ કરાયેલા ડેટા પ્રમાણે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલ એમેઝોન ફાયર ટીવી ડિવાઇસમાં સૌથી વધુ સર્ચ થયેલો ટીવી શૉ બન્યો હતો. શો ની આપાર સફળતા ના કારણે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો ની ટીમ ઘણી ખુશ છે.
જો કે હાલમાં શોની લોકપ્રિયતા વધારતો એક બનાવ સામે આવ્યો છે. જણાવી દઈએ કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો ની લોક પ્રિયતા જોતા એક સહાસિક દ્વારા લોકોને ગોકુલ ધામ સોસાયટી માં અને તેમના પસંદગી ના કલાકારો વચ્ચે ભોજન કરી શકે તેવી વ્યવસ્થા કરી છે.
જણાવી દઈએ કે અમરાવતીથી 25 કિલોમીટર દૂર મોરશી રોડ પર એક નવી હોટલ ખૂલી છે કે જે બિલકુલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો ના સેટ અને તેમની ગોકુલ ધામ સોસાયટી જેવો જ લુક જોવા મળે છે. આ રેસ્ટોરન્ટ નું નામ ‘ગોકુલધામ પેલેસ’ છે. જણાવી દઈએ કે અહીં રેસ્ટોરન્ટ ની આસપાસ આખી ગોકુલ ધામ સોસાયટી નો સેટ જોવા મળે છે કે જ્યાં બિલ્ડિંગ, ગેઇટ અને બાલ્કનીઓ ઉપરાંત કલર સ્કિમ બધું જ સિરિયલ જેવું જ છે.
સાથો સાથ લોકોને આ સેટ ની અનુભૂતિ થાય તે માટે આ રેસ્ટોરન્ટ ના ફર્શ ને પણ ગોકુલ ધામ સોસાયટીના કમ્પાઉન્ડ ની જેમ પાથરા વાળી અને ઇંટો સાથો સાથ વચ્ચોવચ્ચ બનાવવામાં આવેલી રંગોળી પણ બનાવવા માં આવ્યું છે. આ શો ના તમામ કિરદારો પણ લોકોમાં ઘણા લોક પ્રિય છે માટે સિરિયલમાં જ્યાં અલગ અલગ પાત્રોનાં ઘર છે, ત્યાંની બાલ્કનીમાં તેમણે પાત્રોનાં લાઇફ સાઇઝ કટઆઉટ પણ મૂક્યાં છે.
જો કે હાલમાં આ રેસ્ટોરન્ટ ને લઈને લોકોમાં અલગ અલગ વિવાદ છે લોકોનું કહેવું છે કે આ રીતે પોપ્યુલર સિરિયલનાં પાત્રોની તસવીરો અને તેમનું નામ તથા લોકેશનનો કમર્શિયલ હેતુ માટે ઉપયોગ કરવો તે કોપીરાઇટ ભંગનો મુદ્દે બની શકે. જો કે જાણાવિ દઈએ કે આ યુનિક થીમ રેસ્ટોરાં મુદ્દે હજી સુધી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલના મેકર્સની કોઈ ટિપ્પણી આવી નથી.
જો કે જે પણ હોઈ પરંતુ લોકોને આ હોટલ ઘણી પસંદ આવી રહી છે અહીં ની થીમ અને સ્વાદિષ્ટ વાનગીઓને કારણે લોકો ને અહીં આવવું ગમે છે. જણાવી દઈએ કે અહીં તમને ગુજરાતી, પંજાબી, સાઉથ ઇન્ડિયન જેવાં અલગ અલગ ક્વિઝિનની વેરાયટીઓ મળે છે.