25000 હજારની નોકરી છોડીને યુવાને એવું કામ શરૂ કર્યું કે હવે મહિને લાખો કમાઈ છે.
આપણે સૌ કોઈ જાણીએ છે કે, ખેતીમાં જેટલી આવક છે, તે બીજે ક્યાંય નથી!માત્ર મહેનત અને આવડત તેમજ અથાગ પરિશ્રમ થકી તમે સફળતા પ્રાપ્ત કરી શકો છો.હાલમાં જ જાણવા મળ્યું કે, એક યુવાને ઓછા પગારની નોકરીથી કંટાળી નવસારીના શરૂ કર્યું પશુપાલન અને ખેતી, મહિને કમાય છે દોઢ લાખ! આવા તો અનેક કિસ્સા આપણે સાભળતા હોય છે, ત્યારે ચાલો અમે આપને આ વ્યવસાય અને યુવાન વિષે જણાવીએ જેને આટલી હિંમત કરીને એક નવી દિશા ચીંધી છે, આજના યુવાનોને. જમીન એ મા છે અને જમીનમાંથી સોનુ પણ ઉત્ત્પન થઇ શકે જો, વ્યક્તિમાં આવડત હોય તો! આજના સમયમાં ત્યારે હાલમાં આ યુવાને જે ખેતી દ્વારા કરી બતાવ્યું છે.
તેને જ કહેવાય જમીનમાંથી સોનુ ઉત્તપન કરવું .આજ એતે મહિને આરામથી લાખો રૂપિયા કમાઈ લે છે. ચાલો અમે આપને આ યુવાન વિષે જણાવીએ. આ યુવાન એક સમયે મહિને 25 હજારની નોકરી કરતો હતો અને આજે લાખો કમાઈ છે. નવસારી જિલ્લાના યુવાનેનોકરી છોડી દીધી અને આત્મનિર્ભર બન્યો. આજે તેઓ સંપૂર્ણ ગાય આધારિત ખેતી અને પશુપાલન તેમજ મરઘાં પાલન કરે છે.
નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના ઓંજલ ગામમાં રહેતા જીતુભાઇ પશુપાલન, ઓર્ગેનિક ખેતી, વર્મીકમ્પોસ્ટનું ઉત્પાદન તેમજ મરઘાં પાલનની પ્રવૃત્તિ દ્વારા આત્મનિર્ભર તો બન્યા જ છે પરંતુ સાથે સાથે 4 થી 5 લોકોને રોજગારી આપવાની સાથે બધો જ ખર્ચ કાઢતા મહિનાની લાખથી દોઢ લાખની કમાણી પણ કરે છે સુરતમાં પ્રિન્ટિંગ મિલમાં મહિને રૂપિયા 25 હજાર પગાર આપતી નોકરી કરીને ઘર ચલાવતા હતા.
આ કામ છોડીને પોતાનો ધંધો શરૂ કરવાનું વિચાર્યું. ગામ દરિયા કિનારાની નજીક હોવાથી વાતવરણ તેમજ જમીન ખેતીને અનુકૂળ ન હતી.આ કારણે નોકરી દરમિયાન જીતુભાઈને ક્યારેય ખેતી બાબતનો વિચાર મનમાં ઉદભવતો ન હતો. પરંતુ એક દિવસ એમ જ બાઈક પર જતા આવતા રસ્તામાં વચ્ચે માલધારીઓ દ્વારા કરવામાં આવતા પશુપાલનને જોઈને પશુપાલન બાબતે બધું જાણ્યું. નોકરી દરમિયાન જ જે રૂપિયાની બચત કરતા તેની બચત કરવાનું શરૂ કર્યું અને ગાય તથા ભેંસના 25 થી 30 જેટલા નાના બચ્ચાઓને ખરીદી ઘેર રાખી ઉછેરવાનું શરુ કર્યું. સાડા ત્રણ વર્ષ પછી 12 થી 13 ગાય તેમજ ભેંસ દૂધ આપવા માટે સમક્ષ બની તે સાથે જ તેમની પત્ની ગાય અને ભેંસને દોહતા શીખ્યા.
સમય જતા પશુપાલનનું આ કામ વધવા લાગ્યું જેના કારણે જીતુભાઇ માટે જે દિવસની તેઓ વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા તે દિવસ હકીકત બન્યો અને તેમણે પોતાની નોકરીમાંથી રાજીનામુ આપી કાયમી રીતે પશુપાલનના વ્યવસાયમાં ઝંપલાવ્યું.તેમણે માર્કેટ રેટ કરતા દસ રૂપિયાના ઓછા ભાવે દૂધનું વેચાણ શરુ કરેલુંપ્રધાનમંત્રી મુદ્રા યોજનાનો લાભ લઈને પોતાના આ પશુપાલનના વ્યવસાયને નવો ઓપ આપવા તબેલાનું બાંધકામ શરુ કર્યું.બીજા 4 લોકોને નોકરીએ રાખ્યા તથા તબેલામાં થતી કામગીરીની દેખરેખ માટે ત્યાં સીસીટીવી કેમેરા પણ લગાવ્યા. અત્યારે જીતુભાઇ પાસે ગાય અને ભેંસો થઈને 70ની આસપાસ છે તથા તેમના રેગ્યુલર 300 થી 400 ની સંખ્યામાં ગ્રાહકો પણ છે. આમ તેમનો આ પશુપાલનનો વ્યવસાય તેમને મહિનાના એક થી સવા લાખની કમાણી કરાવી આપે છે.
અત્યારે તેઓ ભેંસનું દૂધ 65 રૂપિયે લીટર અને ગાય નું દૂધ 40 થી 50 રૂપિયે લીટર વેચે છે.પશુઓ માટે ખોળ અને અને દાણ ખરીદવા માટે થાય છે જે મહિનાના અંદાજિત એક લાખ રૂપિયા જેટલો છે.આ સિવાય મજૂરી માટે કાયમી રાખેલા લોકોના પગાર બાબતે ખર્ચ થાય છે જે કુલ થઈને અંદાજિત 20 થી 30 હજાર આસપાસ છે.થોડા સમય બાદ જીતુભાઇએ અહીંથી નીકળતા છાણમાંથી વર્મીકમ્પોસ્ટ બનાવવાનું પણ શરુ કર્યું. વર્મીકમ્પોસ્ટ કિલોના દસ રૂપિયા ભાવે વેચીને મહિને તેમાંથી 10 હજારની અવાક કમા